અક્ષર થી શબ્દ સુધી
શબ્દ થી વાક્ય સુધી
વાક્ય થી પંક્તિ સુધી
પંક્તિ થી કાવ્ય સુધી
કાવ્ય થી લય સુધી
લય થી તાલ સુધી
તાલ થી સૂર સુધી
સૂર થી ભાવ સુધી
ભાવ થી લાગણી સુધી
લાગણી થી પ્રેમ સુધી
પ્રેમ થી વ્હાલ સુધી
વ્હાલ થી ઍક જ શબ્દ “મા” સુધી
મૌલિક નાગર
“વિચાર”