દિવસ આ મારો શ્વાસ વગર નો કેમ કરી જીવાય
ઋતુ ઑ બની વિશ્વાસ વગર ની કેમ કરી સેહવાય
આ પાંદડુ નાચે પવન માટે, ઍ તા તા થૈયા થાય
કોયલ ગાતી ગીત મજા ના, ઍમા મીઠા સૂરો રેલાાય
ઍક જ જગ્યા પર ઉભા રહી ની મંઝિલ આખી કપાય
દિવસ મારો શ્વાસ વગર નો કેમ કરી જીવાય
મન થી પહોચુ તમારા સુધી પણ
રોજ “વિચાર” બદલાય
આખો દિવસ બસ ઍક સૂરીલી યાદ મા મન ગૂંથાય
બપોર પડે ને ધૂળ ની ડમરી
આગમન ના ગીતો ગાય
સાંજ સૂરીલી ને રાત રસીલી
પણ જીવ ઍક નામ મા રૂંધાય
સાંભળી નથી આવી પ્રેમ કહાની
આ બધી સૂની રાતો કહેવાય
નવી સવાર મા જૂની કાલ
સહેલાઈ થી કેમ કરી વીસરાય
દિવસ આ મારો શ્વાસ વગર નો કેમ કરી જીવાય
મૌલિક રામી
“વિચાર”
Advertisements