આ ખુશી નો અણસાર યાદ કરાવે છે તારી
માટી ની સુગંધ યાદ કરાવે છે તારી
હાથ ની લકીરો મા તારી હાજરી ના જોયી
આંખ ની ભીનાસ યાદ કરાવે છે તારી
હીંચકા પર ઝૂલતા ઍ વાયરો સમઝૂ છુ વાવાઝોડુ
પણ ઘડીક ભર ની રીસામણ યાદ કરાવે છે તારી,
જુદાઈ મા તારા હાથ નો સ્પર્શ જ ક્યા છે?
તારા ડાબા હાથ નો સ્પર્શ જ યાદ કરાવે છે તારી
જુદાઈ ના દિવસો નજીક છે ત્યારે,
દરવાજા પર ના ટકોરા યાદ કરાવે છે તારી.
જો સાથ આપી ના શકુ હુ અંતિમ શ્વાસ સુધી
તો ઍ કસમો સાથ ની યાદ કરાવે છે તારી
જીવન ઍક વર્તુળ છે તો રડવા માટે ક્યા શોધુ ખૂણો,
આ ખૂણા વગરનુ જીવન યાદ કરાવે છે તારી
મૌલિક નાગર
“વિચાર”