લોકો સુખ ની શોધ કરે છે
હુ દુખ ના બીજ રોપૂ છુ
જાત ઘસી મે નાજુક સબંધ માટે
દિલ પંપાળી ની રોજ સૂવુ છુ
આશા નથી, નથી રાહ તારી
ઍકલતા ની કેડી મારા શ્વાસ વીના ખેડુ છુ
શબ્દ ની શીસ્ત નથી, ના લય મા ટાઢક
વાસ્તુ વગર ના રણ મા
આ મૌત મા અમૃત રેડુ છુ,
સત્ય અસત્યની વ્યાખ્યામા જ
અખો દીવસ મનને મનમા રોવુ છુ
આથમતી પણ ઍ સાંજ ભભૂક્તી
સ્વાર્થ નો ભારો ઝેલુ છુ
દરિયા ની આ ભીની સપાટી મા
તારો જ આકાર દોરુ છુ
લોકો સુખ ની શોધ કરે છે પણ
હુ દુખ ના બીજ રોપૂ છુ
મૌલિક નાગર
“વિચાર”