હું પસ્તાવુ કેમ? એનો મને કોઈ હક નથી,
તારા પ્રેમ તો શું,
તારા આંસુઓનો પણ મને કોઈ હક નથી!
તારી હાજરી એ ખુલ્લા આકાશ જેવી,
પણ તેને જોવાનો મને કોઈ હક નથી,
દીવસો હતા એ મુલાયમ
તેને સ્પર્શવાનો મને કોઈ હક નથી!
વાણી કઠોર અને લાગણી શૂન્ય છે,
તને વીસરવાનો મને કોઈ હક નથી!
સમજી ના શક્યો હું મારી જાત ને
, તો તને તો સમજવાનો જ મને કોઈ હક નથી!
ફૂલ અને કાંટાનું ઘર એક જ ડાળખી છે,
પણ એ કાંટો પણ બનવાનો મને કોઈ હક નથી.
નજર લાગી હશે પ્રકૃતીની આ સંબંધને
, એની નજર ઉતારવાનો મને કોઈ હક નથી.
મૌલિક રામી
“વિચાર”
Advertisements