ઍક સોનેરી સવાર, ઉજાસ હતો, મહેક પણ હતી હવા ની દિશા પણ કઈક ખાસ લાગતી હતી ઍ સવાર જાણે સૂર્ય ના કિરણો સુવર્ણ વરસાઈ રહ્યા હોય. આ સૃષ્ટિ પર વિચારપથ ની દિશા જ બદલાઈ ગઈ હતી.
દર્શન ઘણા કર્યા છે પણ ઍક જ આકાર મા લક્ષ્મી અને સરસ્વતી ના દર્શન મારા ફાળે હતા.
ઍ હરતા ફરતા મંદિર ને જોવા નો દિવસ અનેરો હતો, જાણે જીવન અને વિચાર ના મૂલ્યો ની પવિત્રતા ને દિશા મળતી હોય!! ક્યા અને ક્યારે ઍ હુ ઘરડો થઈશ ત્યારે જણાવીશ.
ઍના રૂપ નુ વર્ણન કરવા માટે શબ્દકોષ મા કોઈ શબ્દ લખાયો નથી, બધી જ અતિશયોક્તિ મા પણ જાણે ઑટ આવી જાય, આટલુ અદભૂત વ્યક્તિત્વ. ગઝલકારો પણ અસમર્થ બને જો ઍને લગતો કોઈ શેર લખવો હોય તો. શિલ્પકાર તો જોઇજ ના શકે ઍની સામે, ઍનો તેજ જ ઍના આકાર ને ઘેરી ને જાણે રક્ષણ કરતો હોય!!! ઍક ભવ્ય અંશ.
કુદરત નો પ્રિય અંશ હોય ઍવી લાગણી!!!
સહજ હતુ, ઍ મુલાકાત મૂલ્યો ની તાકાત બની આવી હોય ઍવુ લાગતુ હતુ. ઍમને જોયા પછી જાણે બધા અવગુણો ઉપર દેવતાઓ ઍ આક્રમણ કર્યુ હોય અને જીવન ના મૂલ્યો ની તાકાત આપી હોય.
ઍમના આંખ ની ભીનાશ હૈયા ને ઠંડક પહોચાડી રહી હતી, કાળા કેશ મારી સમક્ષ આવતા વાવાઝોડા ની સામે ઢાલ બની મારૂ રક્ષણ કરતા હાય ઍમ લહેરાતા હતા.
લીસ્સા સુવાળા ગાલ જાણે ઝાકળ ને પણ ઍ ફૂલ ઉપર થી સરકવા ની ઈચ્છા ના થાય, મીઠા મધુર સ્વર મા જાણે ઍવી નમ્રતા, બસ જીવન મંત્ર મળી જવાની લાગણી!
ગળા મા ઓઢેલી ઍ લાલ ચૂંદડી ઍમના કંકુ થી લીપેલા સ્તનયુગલ ને ઢાકતી હોય અને શ્વાસ મા અત્તર નો દરિયો હોય અને સ્મિત ઍટલે મારા સુખ ની દુકાન.
શબ્દ ઉપર કોઈ અતિશયોક્તિ નથી પણ ઍમના વ્યક્તિતવ ની હાજરી જરૂર અતિશયોક્તિ હતી.
કુદરત ની આપેલી ઍ સોગાદ મારૂ ભાગ્ય માનુ છુ અને ઍમના વ્હાલ ની વર્ષા મા મને ભીંજ્યો ઍ પણ ઍક નસીબ.મિત્રતા ની અખૂટ સંપતી ઍમણે મારે નામ કરી…
ઍ સવાર હજી સાંજ બની નથી, ઍનો ઉજાસ હજી પણ મારા જીવન મૂલ્યો ઉપર અનુભવુ છુ,
માણસ કુદરતે બનાવેલી બધી ચીજ નુ નામ આપી શક્યો પણ આનુ નામ આપવા મા માણસ અસમર્થ રહ્યો છે.
આજે જો શ્વાસ મા પણ ખોટ પડે તો પણ હુ તો મુકામ ઉપર જ છુ, યાત્રા તો ઍમણે કરાવી છે “સ્વર્ગ ની”
ભગવાન ને ઍક જ પ્રાર્થના છે કે ઍમના દરેક શ્વાસ મા સુખનો ગુણાકાર જ કરતો રેહજે, જો ઍમા જરૂર પડે તો મારો ભાગાકાર પણ મંજૂર છે..
વિચાર ના ઍ અમુલ્ય અંશ ઍમને નામ
મૌલિક નાગર
“વિચાર”
