હું ક્યાં લખું છું, હું તો ક્યાં લખું છું,
તમને શું ખબર હું ક્યાં ક્યાં લખું છું…
લખ્યું એ સમજણ હતી, કોતર્યુ એ ગાંડપણ હતું,
પણ તે મને છેતર્યુ એ તો તારું બાળપણ હતું.
આવ પાછી આવ, આવ પાછી આવ, સાંભળ મારી હાંક
બહુ દૂર જતા રહ્યા છીએ આપણે,
પાછળ વળીને જોયુ તો વિચાર જ સ્તબ્ધ થઇ ગયા,
જવાની પણ ક્યાંય દૂર જતી રહી હતી ,નજીક તો હવે મારું ઘડપણ હતું.
હું ક્યાં લખું છું, હું તો ક્યાં લખું છું
તમને શું ખબર હું ક્યાં ક્યાં લખું છું…
મૌલિક નાગર “વિચાર”
વાહ…
LikeLiked by 1 person