કોઇક કોઇકને સહેલાઇથી ભુલી જાય છે,
એવા ન બંઘાયેલા વતૃળને પણ સંબંધ કહેવાય છે.
ના કોઇ પર્વ કે તહેવાર એના વગર ઊજવાય છે,
એમની ગેરહાજરીમાં પણ એમની હાજરી વર્તાય છે.
વગર સ્વીકારેલો સ્નેહ એનો બાળક જેવો મલકાય છે,
એમના આંસુઓમાં રહેલી મારી ભૂલો વર્ષો બાદ મને આજે સમજાય છે.
ૠતુઓમાં પણ બસ એમની જ મહેક છલકાય છે,
હવે તો બસ હર ધડી એક આશાના જ વાદળા ધેરાય છે.
કોઇક કોઇકને સહેલાઇથી ભુલી જાય છે
એવા ન બંઘાયેલા વતૃળને પણ સંબંધ કહેવાય છે.
મૌલિક નાગર
“વિચાર”
